કોરોનાવાયરસ: એક અંતિમ સંસ્કારે કેવી રીતે અમેરિકાને 'તબાહ' કરી નાખ્યું? જાણવા જેવો છે કિસ્સો 

ફેબ્રુઆરીના અંતમાં જ્યારે અમેરિકાએ વિચાર્યુ કે તેણે પોતાની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે અને કોરોના વાયરસ તેનું કઈ જ બગાડી શકે તેમ નથી. બરાબર તે વખતે જ અમેરિકાના કોઈ ખૂણે એક એવી ઘટના ઘટી કે જે સુપરપાવરની તમામ તૈયારીઓને ધૂળ ચટાડવા માટે પૂરતી હતી.

કોરોનાવાયરસ: એક અંતિમ સંસ્કારે કેવી રીતે અમેરિકાને 'તબાહ' કરી નાખ્યું? જાણવા જેવો છે કિસ્સો 

ન્યૂયોર્ક: ફેબ્રુઆરીના અંતમાં જ્યારે અમેરિકાએ વિચાર્યુ કે તેણે પોતાની સરહદો સંપૂર્ણ રીતે સીલ કરી નાખી છે અને કોરોના વાયરસ તેનું કઈ જ બગાડી શકે તેમ નથી. બરાબર તે વખતે જ અમેરિકાના કોઈ ખૂણે એક એવી ઘટના ઘટી કે જે સુપરપાવરની તમામ તૈયારીઓને ધૂળ ચટાડવા માટે પૂરતી હતી. વાત જાણે એમ છે કે શિકાગોમાં રહેતો એક વ્યક્તિ તેના એક કૌટુંબિક મિત્રના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. 3 દિવસ બાદ તેના ઘરમાં બર્થડે પાર્ટી હતી. અને ત્યારબાદ સેન્ટર ઓફ ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ બુધવારે કહ્યું કે આ વ્યક્તિ અજાણતા જ આ બીમારીનો વાહક બની ગયો. હકીકતમાં આ એ જ વ્યક્તિ હતો જેને ખબર જ નહતી કે તે કોવિડ19 બીમારીથી પીડિત છે. તેણે એક એવી ચેન બનાવી જેનાથી 15 લોકોને તેનો ચેપ લાગ્યો અને જેમાંથી 3 લોકોના તો મોત પણ થઈ ચૂક્યા છે. 

કોરોના સંક્રમણ ફેલાવવા છતાં શિકાગોમાં 21 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ નહતી. જ્યારે દુનિયાના મોટાભાગના દેશો તો આમ કરી ચૂક્યા હતાં. ઝડપથી ફેલાઈ રહેલા ચેપની આ ઘટના પર સીડીસીએ કહ્યું કે આ મામલો એક ઉદાહરણ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને લોકડાઉનનું પાલન કરવું કેટલું જરૂરી છે. 

કહેવાય છે કે તે વ્યક્તિ (ઈન્ડેક્સ દર્દી)એ અંતિમ સંસ્કારમાં સામેલ થયાના એક રાત પહેલા પરિવારના બે સભ્યો સાથે એક જ પ્લેટમાં ભોજન કર્યું હતું. 2થી 6 દિવસની અંદર જ 3 લોકોમાં કોવિડ-19ના લક્ષણો જોવા મળ્યાં. જેમાંથી એક વ્યક્તિને તો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો અને લગભગ એક મહિના બાદ તેનુ મોત થઈ ગયું. જ્યારે બાકીના 2 વ્યક્તિ સારવાર બાદ સાજા થઈ ગયાં. 

જે દર્દીનું મોત થયું તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી હતી. તેમના પરિવારનો એક અન્ય સભ્ય તેમને મળવા માટે આવતો હતો. જે અંતિમ સંસ્કાર સમયે ઈન્ડેક્સ દર્દીના સંપર્કમાં હતો. આ વ્યક્તિએ સુરક્ષાત્મક ગિયર પહેર્યા નહતાં. તે પણ કોરોનાની ચપેટમાં આવી ગયો. જો કે તે સારવાર બાદ ઠીક થઈ ગયો હતો. 

જુઓ LIVE TV

સીડીસીએ કહ્યું કે આ ઉદાહરણ દ્વારા સમજી શકાય છે કે કોરોનાથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલું જરૂરી છે. દર્દીઓ અજાણતા જ પોતાની આસપાસના લોકોને બીમાર કરી દે છે અને તેનાથી અનેક લોકોના જીવ જાય છે. 

કૌટુંબિક સમારોહ (જન્મદિવસની પાર્ટી, અંતિમ સંસ્કાર અને ચર્ચમાં જવુ) જે પણ સોશિયલ ડિસ્ટન્સિંગ પોલીસી લાગુ કરતા પહેલા થયા હતાં તે બધા કોરોના વાયરસના સંક્રમણનું કારણ બન્યાં. આ કહાની સ્પષ્ટપણે જણાવે છે કે આ વાયરસ કેટલો ચેપી છે. વૈજ્ઞાનિકો હજુ પણ એ સમજવાની કોશિશમાં લાગેલા છે કે તે કેવી રીતે ફેલાય છે. 

મહામારીની શરૂઆતમાં જ કહેવાયું હતું કે આ ફ્લુની સરખામણીમાં વધુ અને ઓરી અછબડા કરતા ઓછો ચેપી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે તે ઓરીની જેમ જ કે પછી તેનાથી વધુ ચેપી હોઈ શકે છે. 

ઊધરસ ખાવાથી કે છીંકવાથી બહાર નીકળતા શ્વાસની સાથે જે પ્રવાહી ટીપા વ્યક્તિ ઉપર સીધા પડે છે કે દૂષિત વસ્તુઓને સ્પર્શવું વગેરે ચેપ લાગવાના મુખ્ય કારણો ગણાતા હતાં પરંતુ નવી જાણકારી જણાવે છે કે ચેપ લાગ્યો હોય તે વ્યક્તિનું શ્વાસ લેવું કે બોલવું પણ ચેપ ફેલાવવા માટે પૂરતું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news